Sami News: ચાણસ્માના ગોખરવાગામે જૂનીઅદાવતમાં યુવકને ધારિયાના ઘા મારી રહેંસી નાખ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • ઘટનાને પગલે ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું અને આરોપીને ઝડપી લીધો
  • ધારિયું લઈ ધસી ગયેલા શખ્સે માથાના ભાગે ઘા ઝીંકી યુવાનને લોહીલુહાણ કરી દીધો હતો
  • આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું

ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામે ગતરોજ ગામની અંદર ક્રિકેટ જોઇ રહેલા યુવકને ગામના એક યુવક દ્વારા ત્રણ વર્ષ અગાઉની જુની અદાવત રાખીને ધારીયાના ઘા મારીને મોત નિપજાવતા હાહાકાર મચી જવા પામ્યો હતો.ઘટનાને પગલે પોલીસને જાણ થતાં ગામની અંદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ચાણસ્મા તાલુકાના ગોખરવા ગામે આવેલ ખળવાડ માં ગતરોજ સાંજના સમયે ગામના કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે ગામનો જ ઠાકોર હિતેશજી ચમનજી પણ ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો ત્યારે ગામના શૈલેષજી મથુરજી ઠાકોર હાથમાં ધારીયું લઇને આવી ક્રિકેટ જોઈ રહેલા હિતેશજી ઠાકોરને ત્રણ વર્ષ અગાઉ બનેલી જુની અદાલતનો બદલો લેવા માથાના પાછળના ભાગે ધારીયાના ઘા મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે યુવકને તાત્કાલિક સારવાર માટે ચાણસ્મા રેફ્રલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ બનાવની જાણ મરણ જનાર યુવાનના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ચાણસ્મા પહોંચી ગયા હતા અને મરણ જનાર યુવાનના ભાઇ દ્વારા ચાણસ્મા પોલીસ મથકે હીતેશ ઠાકોર પર હુમલો કરી મોત નિપજાવનાર શૈલેષ ઠાકોર સામે ફ્રીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તેને ઝડપી લીધો હતો જ્યારે મરણ જનાર યુવાનનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ લાશને વાલીવારસોને સોંપવામાં આવી હતી તેમજ બનેલા બનાવને પગલે ગામની અંદર કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *