ગેરેજમાં કાર રીપેરીંગ દરમિયાન આગ ભભૂકી, બે દાઝ્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • કારમાં આગ લાગતા બે દાઝ્યા 
  • કારમાં રીપેરીંગ દરમિયાન લાગી હતી આગ
  • ગેરેજના માલિક અને કારીગરને ગંભીર ઈજા 

 

પાટણ-ચાણસ્મા હાઇવે સ્થિત સંખારી ત્રણ રસ્તા પાસે આવેલા ગેરેજમાં કારનું રીપેરીંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ તેમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ગેરેજના માલિક અને કારીગર ગંભીર રૂપે દાઝી ગયા હતા.

કારમાં આગ લાગતા બે દાઝ્યા

મળતી માહિતી મુજબ એક કારચાલક પોતાની કાર રીપેરીંગ માટે મૂકી ગયો હતો.આ દરમિયાનગેરેજમાં કામ કરી રહેલ કારીગર પંકજ ઠાકોર કારની પાછળની ડેકી ખોલતાની સાથે જ તેમાં આકસ્મિક આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા કારીગર પંકજ ઠાકોર ગંભીર રીતે દાઝી ગયો હતો. તો ગેરેજ માલિક વિશાલ પટેલ કારીગરને બચાવવા જતા તેઓ પણ દાઝી ગયા હતા.

કારમાં રીપેરીંગ દરમિયાન લાગી હતી આગ

ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..જો કે ગેરેજ માલિકની તબિયત વધુ લથડતા તેઓને મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થયા બાદ અડધો કલાક બાદ ફાયરની ટીમ અને 108 આવી હતી તેવું ગેરેજના કર્મીઓનું કહેવું છે. મહામહેનતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *