Chhota Udepur : ક્વાંટમાં બાઇક ચોરીનો નિષ્ફળ પ્રયાસ, બાઇક ચોરીને ભાગતા ચોરને લોકોએ ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં શાકભાજી ખરીદવા આવેલા વ્યક્તિની બાઈકની ચોરીનો પ્રયાસ કરાયો હતો. બાઇક ચોરીને ભાગતા ચોરમાંથી એકને લોકોએ ઝડપી પાડ્યો અને જાહેરમાં વરઘોડો કાઢ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ત્રણ ચોરોની ટોળકીમાંથી એક ચોરને બાઈક માલિક અને સ્થાનિકોએ ઝડપી લીધો

માહિતી અનુસાર, ત્રણ ચોરોની ટોળકીમાંથી એક ચોરને બાઈક માલિક અને સ્થાનિકોએ ઝડપી લઇ તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. બાઇક માલિકે ચોરનો પીછો કરી બૈડીયા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો.

 વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.. હાલમાં આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
આ પણ વાંચો—–     Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *