- રેબારી ગામે 48 લાખના ખર્ચે નવીન ઓરડાનું ભૂમિપૂજન
- બાળકને તિલક કરી મીઠાઇ ખવડાવી પ્રવેશ અપાયો
- પ્રા. શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રવેશ અપાયો હતો
દેવગઢબારીયા તાલુકામાં રાજ્યમંત્રી ખાબડની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમા બાળકોને તિલક કરી મીઠાઈ ખવરાવી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ સાલે પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આજરોજ દેવગઢબારીયા તાલુકાના ઝાબીયા, રેબારી અને ભથવાડાની પ્રા. શાળાઓમાં પ્રવેશપાત્ર બાળકોને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે પ્રવેશ અપાયો હતો. રેબારી ગામે નવીન પ્રાથમિક શાળાનું રૂા. 48 લાખના ખર્ચે નવીન ઓરડાઓનું ભૂમિપૂજન કરાયું હતું.
