Dhanera: ધાનેરાના મેવાડા ગામમાં જળસંકટઃ 60થી70% લોકોની હિજરત,'પાણી વગર વસવાટ શક્ય નથી'

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું મેવાડા ગામ છેલ્લા કેટલાક સમયથી ભયંકર જળસંકટનો સામનો કરી રહ્યું છે.

પાણીના પ્રશ્નને કારણે ગામના લગભગ 60 થી 70 ટકા જેટલા લોકો પોતાનું વતન છોડીને અન્ય શહેરોમાં વસવાટ કરવા માટે મજબૂર બન્યા છે. પાણીના અભાવે અહીં ખેતી અને પશુપાલન સંપૂર્ણપણે અશક્ય બન્યું છે.

એક સમયે ખેતી અને પશુપાલન પર નિર્ભર આ જિલ્લામાં મેવાડા ગામની સ્થિતિ દયનીય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં ભૂગર્ભ જળસ્તર સતત નીચે જવાથી પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે હવે લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે.પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું કે ગામ મો પીવાનું પાણી બહારથી ટેન્કર દ્વારા મોકલવામાં આવે છે, પરંતુ આ ટેન્કર પણ ત્રણથી ચાર દિવસે એકવાર આવે છે, જે વસ્તીની જરૂરિયાત સામે અપૂરતું છે. ખેતી અને પશુપાલન માટે પાણી ન મળતા ખેડૂતો પોતાની લાખો-કરોડો રૂપિયાની જમીન અને મકાનો મૂકીને હિજરત કરવા મજબૂર બન્યા છે. તગાભાઈ ભડથીયા ગ્રામજનના મતે, શ્અહીં હવે ખેતી તો દૂર, પશુપાલન પણ શક્ય નથી રહ્યું. જમીનો વેરાન બની છે અને પીવા માટે પણ પૂરતું પાણી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *