ધ્રાંગધ્રા શહેરમાં જૈન આક્રોશ : વિશાળ રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • પાલિતાણામાં દબાણો દૂર કરી દારૂની બદી બંધ કરવાની માંગ કરી
  • પાલિતાણાની ઘટના બાદ જૈન સમાજમાં ભારે રોષ દેખાઇ રહ્યો છે
  • પ્રાપ્ત વિગતો અનુસાર પાલિતાણા જૈન સમાજનું પવિત્ર તીર્થધામ છે

ધ્રાંગધ્રા વિસ્તારના જૈન સમાજ દ્વારા પાલિતાણાના તીર્થધામને બચાવવા માટે શહેરમાં વિશાળ રેલી કાઢી શહેરના મુખ્યમાર્ગો ઉપરથી ડેપ્યુટી કલેકટર ઓફીસે જઇ યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પાલિતાણા જૈન સમાજનું પવિત્ર તીર્થધામ છે.ત્યારે અહી જૈન સમાજની જગ્યામાં અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી પચાવી પાડવાના પ્રયાસો કરાઇ રહયા છે.સાથે પાલિતાણામાં દેશી દારૂની બદીઓ પણ ફેલાઇ રહી હોવાથી દારૂની બદી અટકાવવા અને દબાણો દૂર કરવા માટે સમગ્ર રાજ્યના જૈન સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આવેદનો આપી રહયા છે.એવામાં ધ્રાંગધ્રા વિસ્તારના જૈન સમાજના લોકોએ પણ પાલિતાણાની ઘટનામાં યોગ્ય ન્યાય મેળવવા માટે ડીએલઆઇઆરની માપણી કરાવી અસામાજીક તત્વો દ્વારા કરાયેલા દબાણો દૂર કરવાની માંગ સાથે ગ્રીનચોકમાંથી રેલી સ્વરૂપે સમગ્ર શહેરમાં પગપાળા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર ઓફીસે જઇ પ્રાંતઅધિકારી એમ.પી.પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતુ. આમ પાલિતાણાની ઘટના બાદ જૈન સમાજમાં ભારે રોષ દેખાઇ રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *