બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે નવી મૂર્તિઓના પાટોત્સવની ઉજવણી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતના દાદા તરીકે જાણીતા છે
  • ભગવાન શિવનું જ્યોતિ સ્વરૂપ શિવલિંગ સદીઓ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયું
  • પૂજારીઓ બ્રાહ્મણો-શિવભક્તોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક હવનો સાથે કરવામાં આવી

બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતના દાદા (મહાદેવ) તરીકે જાણીતા છે. ભગવાન શિવનું જ્યોતિ સ્વરૂપ શિવલિંગ સદીઓ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયું હતું. આ મંદિરમાં નવીન મૂર્તિઓની સ્થાપનાના 45માં પાટોત્સવની શુક્રવારે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, યજ્ઞનારાયણનાં દર્શન મહાપ્રસાદ સાથે યાદગાર ઉજવણી કરાઇ હતી.

આચાર્ય જોગીન્દ્ર ,પૂજારીઓ બ્રાહ્મણો અને શિવભક્તોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક હવનો સાથે કરવામાં આવી હતી. હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, યજ્ઞનારાયણનાં દર્શન ધ્વજારોહણ અને મહાપ્રસાદનો ભક્તોએ લ્હાવો લીધો હતો. સદીમાં બે વેળાના જીર્ણોધ્ધાર બાદ વર્ષ 1975 ના જાન્યુઆરીમાં વર્તમાન નૂતન શિવાલયનું ખાતમુહૂર્ત પછી 18 થી 22 મે 1978 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા અને વાસ્તુ પૂજા દ્વારા શિવાપર્ણ સાથે 108 ફૂટ ઉંચુ વર્તમાન ભવ્ય શિવાલયનું સ્વપ્ન સાકાર થયું હતું.

પ્રતિ વર્ષે વૈશાખ સુદ પૂનમે પાટોત્સવ ઉજવવામાં આવે છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ પ્રાચીનકાળથી યથાસ્થાને બિરાજમાન છે. આ પાટોત્સવને સફળ બનાવવા શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટના પ્રમુખ શિવજીભાઇ પટેલ, દેવચંદભાઇ પટેલ, વિનોદ દેસાઇ, સુરેશ દેસાઇ, અજિત ઇંટવાલા, નીતિન ગાંધી, પ્રદીપ મહેતા, કિશોર ગાંધી અને સુરેશ તલાવીયા, પ્રકાશ મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી. દાદાના દર્શન અને મહાપ્રસાદનો ભક્તોએ લ્હાવો લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *