- લઠ્ઠાકાંડની ઘટના હજુ તાજી છે ત્યારે તંત્રની સતર્કતા જરૂરી
- 60 રૂપિયામાં મળતા આવા પીણાથી દારૂ જેવો નશો થવાની ચર્ચા
- આલ્કોહોલિક પીણા વેચવા બાબતે તંત્રનુ મૌન અનેક સવાલો
ગારિયાધાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર માર્ગોની દુકાનો પર આલ્કોહોલવાળા ઠંડા પીણાનો ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે. તાજેતરમા લઠ્ઠાકાંડ સર્જાયો છે ત્યારે, આલ્કોહોલિક પીણા વેચવા બાબતે તંત્રનુ મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. 60 રૂપિયાની કિંમતમાં મળતા આવા પીણાથી દારૂ જેવો નશો આવતો હોવાની ચર્ચા છે. વ્યસન ધરાવતા કેટલાક લોકો આવા પીણાઓનો ઉપયોગ કરી રહ્યા છે.
ગારિયાધાર શહેરના પાલિતાણા રોડ, નવાગામ રોડ, મિયાની મેડી સહિતના વિસ્તારોમાં કરિયાણા અને પાન ગલ્લાની દુકાનો પર આ આલ્કોહોલ વાળા નશીલા પદાર્થો બે રોકટોક વગર વેચાઈ રહ્યા છે. 60 રૂપિયાની કિંમતમાં મળતા આ નશીલા પદાર્થથી દારૂ જેવો નશો આવતો હોવાની ચર્ચા છે. પોલીસ નાના વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરી રહી છે. જ્યારે ખુલ્લેઆમ નશીલા પદાર્થ વેચનારા સામે કોઈ કાર્યવાહી નહિ થતા અનેક સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા વહેલીતકે કાર્યવાહી થાય એવું શહેરીજનો રહ્યા છે.
