Godhra news: પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારનું મોત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

હાલ રાજ્યમાં પોલીસની ભરતી માટે ફિસિકલ ટેસ્ટ લેવાઈ રહી છે. આવામાં ઘણા મેદાનો પર અનીચ્છનીય બનાવ બનવાના સમાચારો સામે આવી રહ્યા છે. આવામાં ભરૂચ બાદ હવે પંચમહાલમાં એક યુવકનું ભરતીમાં દોડતા સમયે મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગોધરામાં પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન દોડ દરમિયાન એક ઉમેદવારનું મોત થયું છે. દોડતા સમયે ઉમેદવાર અચાનક ઢળી પડ્યો હતો, જે કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવક પાવી જેતપુરનો છે, અને તેનું નામ જસપાલસિંહ રાઠવા છે.

અચાનક હ્નદય બંધ પડી જતા મોત

ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે હાલ ચાલી રહેલી લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયા દરમિયાન દોડતા યુવાન ઉમેદવારનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટા ઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ક્લીયર ગામના જસપાલ સિંહ રાઠવા નામના યુવા ઉમેદવારનું દોડતા દોડતા અચાનક હ્નદય બંધ પડી જતા મોત થયું છે. આ અચાનક બનેલી ઘટનાને પગલે યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટર દ્વારા જસપાલ સિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

https://x.com/sandeshnews/status/2014591811524952326

ભરૂચમાં પણ થયું એક યુવકનું મોત

ઉલ્લેખનીય છે કે, ગત રોજ પણ મૂળ કચ્છના વતની રવિરાજ જાડેજા ભરૂચ ખાતે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. આ ભરતીમાં યુવક દોડ પૂર્ણ કર્યા બાદ ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. રવિરાજે ઉત્સાહભેર દોડ પૂર્ણ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર દોડ પૂરી કર્યાના થોડા જ સમય બાદ તેને અચાનક ચક્કર આવ્યા હતા અને તેની તબિયત નાજુક બની હતી.

આ પણ વાંચો – Gujarat News: ગોધરામાં જંગલમાંથી ખેરના લાકડાના ગેરકાયદે કટિંગ અને તસ્કરીના કેસમાં EDની કાર્યવાહી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *