ગોધરા શહેરમાં ભારત મીનરલ કોર્પોરેશન,ભારત સિલીકા વર્કસ નાં સંયુક્ત ઉપક્રમે સેવાભાવી નટુભાઈ પટેલના સ્મરણાર્થે રેડ ક્રોસ સોસાયટી,ગોધરા ખાતે રવિવાર નાં રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન માટે અનેરો ઉત્સાહ બતાવતા ભાઈઓ અને બહેનો એ મળી કુલ 150 થી વધુ યુનિટ રક્ત એકત્ર થયુ હતું. આ કાર્યમાં ગોધરા શહેરના કુંજલતા બેન પટેલ, વૈભવ પરીખ અને ઉદ્યોગપતિ શિલ્પા પરીખ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયા અને પ્રાંત અધિકારી નીરીલ મોદી પણ ઉપસ્થિત રહી રક્તદાતાઓનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.
