ભાસ્કર ઈન્સાઈડ:જેસોરના જંગલમાં નીલગાયનો શિકાર કરતા 10‎ઝડપાયા: ચાર ફરાર,પાંચ બંદૂક,ચાર કુહાડી જપ્ત‎

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

બનાસકાંઠાના જેસોર અભ્યારણમાં બાલુન્દ્રા ઈકબાલગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં નીલગાયનો શિકાર કરતા 10 શિકારીઓ ઝડપાયા છે. જેસોર અભ્યારણમાં કપાસીયા જંગલ વિસ્તારમાં સોમવારે નીલગાયનો શિકાર કરતા શિકારીઓને વનવિભાગની ટીમે ગેરકાયદેસર હથિયારો સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા. 14 આદિવાસી યુવકો હથિયારો સાથે જંગલમાં નીલગાયની હત્યા કરી તેનું માંસ એકઠું કરી રહ્યા હતા તેજ વખતે બંદૂકના ધડાકાનો અવાજ સાંભળી ટીમો તે દિશામાં ગઈ હતી આસપાસથી ઘેરાબંધી કરતા ચાર જણા ભાગી છૂટ્યા હતા જ્યારે બાકી 10 શિકારીઓને પાંચ બંદુકો,ચાકૂ,કુહાડી અને નીલગાયના અવશેષો સાથે ઝડપી પડાયા હતા. હથિયારો અને મુદામાલને પંચોની હાજરીમાં સીઝ કરી કપાસીયા રાઉન્ડ કચેરીએ લવાયા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આરોપીઓ અમીરગઢ તાલુકાના ઝડપાયેલા આરોપી નારણભાઈ વાલાભાઈ ડાભી જયંતિભાઈ બાબુભાઈ ડાભી સોમીરાભાઈ સીનાભાઈ ડાભી વિક્રમભાઈ બાબુભાઈ ડાભી કાળાભાઈ ભુરાભાઈ ડાભી સાબુભાઈ તેજાભાઈ ડાભી રાવજીભાઈ વજાભાઈ ડાભી મુકેશભાઈ બાબુભાઈ ખેર બાબુભાઈ સોનાભાઈ ડાભી અન્ય એક સગીર,તમામ રહે. ઢોલીયા ઢોલીયા ગામના છે. સૌપ્રથમ વન વિભાગની ટીમે અમીરગઢની કોર્ટમાં રજૂ કરીને જેલમાં ધકેલ્યા હતા.જે બાદ બાલુન્દ્રા ઈકબાગગઢ દ્વારા અમીરગઢ પોલીસને આરોપીઓ પાસેથી મળેલી ગેરકાયદેસર હથિયારો મામલે કાર્યવાહી કરવા જણાવતા ગેરકાયદે શિકાર મામલે 7થી 10 વર્ષની સજાની જોગવાઈ
10 આરોપીઓને 5 બંદૂક, કુહાડી, છરા સહિતના હથિયારો, નિલગાયના શિકારના 8 કોથળામાં માંસ પંચો અને પોલીસની હાજરીમાં સીઝ કરી કપાસીયા રાઉન્ડ કચેરીએ લાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી આરોપીઓ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટર 1972 એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સાતથી દસ વર્ષની સજા ની જોગવાઈ છે. ઝડપાયેલા આરોપી
‎નારણભાઈ વાલાભાઈ ડાભી જયંતિભાઈ‎બાબુભાઈ ડાભી‎સોમીરાભાઈ સીનાભાઈ ડાભી વિક્રમભાઈ‎બાબુભાઈ ડાભી‎કાળાભાઈ ભુરાભાઈ ડાભી સાબુભાઈ‎તેજાભાઈ ડાભી રાવજીભાઈ વજાભાઈ ડાભી‎મુકેશભાઈ બાબુભાઈ ખેર‎બાબુભાઈ સોનાભાઈ ડાભી‎અન્ય એક સગીર,તમામ રહે. ઢોલીયા‎ વન વિભાગે શિકારીઓને પક્ડ્યાની કહાની શબ્દશ..
સોમવારે બપોરે 12 વાગે હું સ્ટાફના એન.ડી. દેસાઈ જે. એ. ગઢવી બીટ ગાર્ડ સાથે હતા એ વખતે સ્થાનિક રાહદારીઓ મારફતે મેસેજ મળ્યા કે જંગલ વિસ્તારમાં 10 12 લોકો અંદર જઈ રહ્યા છે. જે બાદ હું મારા બન્ને બીટ ગાર્ડ સાથે જંગલમાં શોધખોળ માટે નીકળી. ડુંગરાળ વિસ્તાર હોવાથી કલાકો સુધી ચાલતા રહ્યા. અમને એક જગ્યાએથી બંદૂકનો અવાજ આવતા આ સમગ્ર બાબતની જાણ મેં મારા આર એફ ઓ ને પણ કરી દીધી. એટલે એ પણ ટીમ સાથે જંગલ વિસ્તારમાં આવવા નીકળી ગયા હતા. દરમિયાન હું જેવી એક સ્થળે પહોંચી જ્યાં 10 થી 12 લોકો હાથમાં હથિયાર લઈને માંસ એકઠું કરી રહ્યા હતા. તે પૈકી ચાર પાંચ જણા પાસે બંદૂકો હતી. સૌપ્રથમ તેમને સમજાવ્યા કે હું પોલીસ નથી. વન વિભાગની ટીમ છીએ તમને સજા નહીં કરવું બેસી જાઓ. ક્યાંના છો તેવું પૂછતા તેમણે ઢોલિયાના છીએ એમ જણાવ્યું. અમે તમને મારવાના નથી માત્ર શાંતિથી મને જવાબ લખાવી દો તેમ કહીને સમજાવટથી કામ લીધું.” મુખ્ય રોડથી અમને અઢી કલાક ચાલીને પહોંચતા થયા, મોબાઈલ કનેક્ટિવિટી નહો તી ( શક્તિસિંહ પરમાર આરએફઓ , બાલુન્દ્રા ઈકબાલગઢ રેન્જ)
” મારા ફોરેસ્ટરનો ફોન આવ્યો અને અમે તુરંત પાલનપુર એસીએફ અમીરગઢ રેન્જ સહિત જુદા જુદા ફોરેસ્ટર બીટ ગાર્ડ સ્ટાફને સાથે રાખી તુરંત જવા રવાના થયા. અમને મુખ્ય રોડથી અંદર સુધી પહોંચતા અઢી કલાક જેટલો સમય લાગ્યો કારણ કે વચ્ચે અનેક ઢોળાવવાળા ડુંગર હતા. જે બધા પાર કરતા સમય લાગ્યો. સ્થળ પર પહોંચતા જ એક કાયદેસર અને ચાર ગેરકાયદેસર બંદૂકો સાથે આવેલા તમામને જંગલમાંથી રેન્જ પર લાવવામાં આવ્યા. ગામના બે પંચોને સાથે રાખી જુજારજી મંદિર પાસે ટીમોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સમગ્ર ઓપરેશન 12:00 વાગે શરૂ કર્યું હતું અને સાંજે 4:00 વાગે એ લોકો ઝડપાયા હતા. જે દસ લોકો રંગે હાથ ઝડપાયા છે તે પૈકી ચાર જણ એવા છે જેમના સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તમામને અમીરગઢની જ્યુડિશિયલ ફર્સ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.”


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *