હળવદ તાલુકાના ટીકર ગામે આવેલા એક રહેણાંક મકાન માં સ્લેબ તોડતી વખતે અચાનક ધરાશાયી થતાં માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.અને સારવાર માટે હળવદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને ની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે
ઘટનાની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે મોડી સાંજે મકાનનો સ્લેબ તોડતી વખતે આખો સ્લેબ ધરાશાય થતા માતા પુત્ર ને ઇજા પહોંચી હતી ઈજાગ્રસ્તોમાં 48 વર્ષીય નયનાબેન નારાયણભાઈ દેત્રોજા અને તેમના 23 વર્ષીય પુત્ર આકાશભાઈ નારાયણભાઈ દેત્રોજાનો સમાવેશ થાય છે. તેઓ પોતાના મકાનનો છતનો સ્લેબ તોડી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને ભાજપના આગેવાન ધર્મેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.માતા-પુત્રને તાત્કાલિક હળવદની સરા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી દાખલ કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હાલ માતા અને પુત્ર બંનેની તબિયત સુધારા પર છે.
