- પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જાય તો શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતિ
- પાણી, ગટર મામલે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર
- સાફસફાઈ કર્મી રૂ.500 માંગતાના આક્ષેપ
હારીજમાં ભૂર્ગભ ગટરના ગંદા પાણી રોડ ઉપર વારંવાર ફરતા હોઈ તેમજ શહેરમાં પીવા માટે મીઠું પાણી આપવામાં નહીં આવતું હોવાથી અને ગંદકીથી આખું ગામ ખદબદી રહ્યું છે. ગામના લોકો રોગચાળાની સમસ્યા પણ દિન પ્રતિદિન વધતી હોય પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની બહેનો દ્વારા હારીજ નગર પાલીકા ખાતે આવેનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ અને હારીજની મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગામની બહેનોને પડતી મુશ્કેલીઓની સમસ્યાઓને દૂર કરવા હારીજ નગર પાલીકા ખાતે બહેનોએ પોસ્ટરો બેનરો હાથમાં રાખી રજૂઆતો કરી હતી. જેમાં મુખ્ય હારીજ શહેરની અંદર ચાર રસ્તાથી લઈ સમગ્ર ગામમાં રોજબરોજ ભૂર્ગભ ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી રહ્યાં હોય છે. ભૂર્ગભ ગટરના ઢાંકળાઓ ટુટેલી હાલતમાં હોવાથી ગંદા પાણી સાથે ગટરનો ગંદો કચરો પણ બહાર આવી રહ્યો હોય છે.
આ અંગે રજૂઆતો સાથે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યાબેન અને હંસાબેન મકવાણા સહિતની મહિલા કાર્યકરો ઉમટી પડી હતી.
સાફસફાઈ કર્મી રૂ.500 માંગતાના આક્ષેપ
આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, રજૂઆત કરવા સમયે પાલીકા પ્રમુખ અને સીઓ હાજર ન હતા. અમારી માંગ એટલીજ છે. કે હારીજ નગરમાં જે ગટરો ઉભરાય છે અને મીઠા પાણીની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે. બીજી તરફ મહિલાઓએ પાલિકાના સાફ સફાઈ કરવા આવતા લોકો પણ રૂ. 500ની માંગણી કરતા હોવાના આક્ષેપ સાથે સત્વેર સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
