પોરબંદરના ડેપોમાં ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીનનો સમાન દિવસોથી ધૂળ ખાઈ રહ્યો જે અંગે દિવ્ય ભાસ્કર અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ એસ ટી.નું તંત્ર જાગ્યું હતું અને આ મશીનને ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી શરૂ કરી હતી.મશીન ઈન્સ્ટોલ થયા બાદ બસની સફાઈ માટે થતી 1 કલાકની કામગીરી માત્ર 15 મિનિટમાં શક્ય બનશે. એસ. ટી. નિગમ દ્વારા ડેપો ઉપરાંત બસની સ્વચ્છતાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા કર્મીઓ ડેપો અને બસ સ્ટેશનને સ્વચ્છ રાખી રહ્યા છે. તેવી જ રીતે, બસોને અંદર-બહારથી સ્વચ્છ રાખવા માટે એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના ૩૩ ડેપોમાં ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. આ મશીનના માધ્યમથી સ્લીપર, એક્સપ્રેસ, વોલ્વો તેમજ મીની બસ સહિતની તમામ બસોની સફાઈ કરવામાં આવી રહી છે. તેમજ આગામી સમયમાં 40 ડેપો પર મશીન કાર્યરત કામગીરી હાથ ધરાઈ હતી જેમાં પોરબંદર ડેપોમાં પણ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત કરવા સામાન ઉપલબ્ધ કરાયો હતો પરંતુ ઈન્સ્ટોલેશન ન થતા આ સામાન દિવસોથી ધૂળ ખાઈ રહ્યો હતો જે અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કર પ્રસારિત થતાની સાથે જ એસ.ટી.નું તંત્ર જાગ્યું હતું અને આ મશીન ઈન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 2 કર્મી દ્વારા સફાઇમાં સમય લાગતો હતો
ડેપોમાં ઈન્સ્ટોલેશન થતું ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત થયે એક બસની સફાઈ માટે માત્ર 10 થી 15 મિનિટનો સમય લાગશે.અગાઉ પોરબંદરના ડેપોમાં 2 કર્મીઓ મારફતે બસની સફાઈમાં 1 કલાક જેવો સમય લાગતો હતો.
ભાસ્કર ઈમ્પેક્ટ:1 કલાકે થતી બસની સફાઈ હવે 15 મિનિટમાં શક્ય થશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
