Sabarkantha: ઈડરિયા ગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન, સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ ભાગ લીધો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ઈડરિયા ગઢ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, ઇડરિયા ગઢની તળેટી થી લઈ ગઢ સુધીના 799 જેટલા પગથિયાનું ચડાણ પૂર્ણ કરી ગુજરાતભરના જુનિયર સ્પર્ધકોએ આરોહણ અવરોહણમાં દોડ લગાવી હતી, રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાનિક અધિકારીઓ સહિત કલેકટર ધારાસભ્ય, સાંસદની નિષ્ક્રિયતા જોવા મળી છે. આ સાથે તંત્ર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અનેક સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે…

ગુજરાતભરના 263 જેટલા જુનિયર સ્પર્ધકોએ ઇડરિયો ગઢ સર કરવા માટે દોડ લગાવી

ઈડરીયા ગઢ ખાતે રાજ્ય કક્ષાની છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર ગુજરાત ભરના 263 જેટલા જુનિયર સ્પર્ધકોએ ઇડરિયો ગઢ સર કરવા માટે દોડ લગાવી હતી, ઈડરિયા ગઢ ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહીવટી તંત્રના તાયફા જોવા મળ્યા હતા સાથે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ, કલેકટર, પ્રાંત અધિકારી જેવા અધિકારીઓની નિષ્ક્રિયતા અનેક સવાલો ઉભા કરી રહી છે. ખાસ કરીને ગુજરાત ભરના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જ્યારે ભાગ લેતા હોય ત્યારે અધિકારીઓ સહિત સત્તાધીશો વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા માટે અચૂક હાજરી આપતા હોય છે, જોકે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહીવટી તંત્રના અધિકારીઓ સહિત સત્તાધિશોની ગેરહાજરી સ્પર્ધકોમાં પણ નિરાશા વ્યાપી છે….

વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્લુકોઝમાં પણ તંત્રએ કચાસ દાખવી

તાજેતરમાં ગિરનાર ખાતે યોજાયેલી સિનિયર આરોહણ અવરોહણ સ્પર્ધામાં એક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી, સારવાર દરમિયાન તેનું મૃત્યુ પણ નિપજ્યું હતું, તેવામાં ઇડર ખાતે યોજાયેલી જુનિયર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આરોગ્ય વિભાગની બેદરકારી સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્લુકોઝમાં પણ તંત્રએ કચાસ દાખવતા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે,

તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો

આ સાથે ઇડર ગઢ તળેટીથી લઈ ઇડર ગઢ સુધી યોજાયેલી દોડ સ્પર્ધામાં કોઈપણ પ્રકારની આરોગ્યની તેમજ વિદ્યાર્થીઓ માટે એનર્જી ડ્રીંક અને લીંબુ શરબત સહિત પાણીના અભાવ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના કાર્યક્રમમાં સૌથી મોટી તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે, આ સાથે આગામી વર્ષે યોજનાર સ્પર્ધામાં ચોક્કસ આયોજન કરવામાં આવે તેમજ પૂરતી વ્યવસ્થા નું આયોજન કરવામાં આવે તે પ્રમાણેનો સ્પર્ધકો દ્વારા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ગિરનાર ખાતે યોજાનારી જુનિયર નેશનલ સ્પર્ધામાં ખેલાડી ભાગ લેશે

 તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચોક્કસ સુવિધાઓના અભાવ વચ્ચે નિષ્ક્રિયતા સામે રાજ્યકક્ષાનો કાર્યકમ યોજાયો હતો. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ થકી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આવનાર દિવસોમાં ગિરનાર ખાતે યોજાનારી જુનિયર નેશનલ સ્પર્ધામાં રાજ્યકક્ષાના જુનિયર સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો ભાગ લેશે….

આ પણ વાંચો—–    Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *