Amreli: શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, સમગ્ર ઘટના CCTVમાં કેદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

અમરેલીના જાફરાબાદમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારીમાં ઘાયલ થયેલા લોકો પર સિવિલમાં હુમલો કરાયો હતો. 10થી વધુ લોકોનો રાજુલા સિવિલ હોસ્પિટલમાં હુમલો કરાયો છે. બીજા જૂથના ઇજાગ્રસ્તો પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. વકીલ, હોસ્પિટલના પટાવાળા સહિત 5 લોકો પર હુમલો કરાયો છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી

અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી બાદ એક જૂથના લોકો રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. સામેના જૂથના લોકો 10થી વધુ લોકો લાકડીઓ ધોકા લઈ રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઘુસી હુમલો કર્યો હતો.ઈજાગરસ્ત લોકો સારવાર લઈ રહેલા અને હોસ્પિટલના પટાવાળા, 1 વકીલ સહીત 5 લોકો ઉપર હુમલો કર્યો છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ 

હોસ્પિટલ ગ્રાઉન્ડમાં વકીલ અરવિંદ ખુમાણ પર ધોકા વડે અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો લાકડીઓ ધોકા વડે હોસ્પિટલમાં આવી માર મારી કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મામલે રાજુલા પોલીસ દોડી આવી હતી. પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *