Jamnagar: જામનગરમાં ક્રિકેટના દિગ્ગજોનો જમાવડો, સચિન તેંડુલકર અને યુવરાજસિંહ રિલાયન્સના ખાસ મહેમાન બન્યા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

ગુજરાતનું જામનગર શહેર હાલ હાઈ-પ્રોફાઈલ મહેમાનોના આગમનથી દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ક્રિકેટ જગતના માંધાતાઓ આજે જામનગરના મહેમાન બન્યા હતા. ભારતના લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકર અને યુવરાજસિંહના આગમનથી એરપોર્ટ પર દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

સચિન તેંડુલકર પરિવાર સાથે પધાર્યા

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર માત્ર એકલા જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે. સચિન સાથે તેમની પત્ની અંજલી તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર પણ રિલાયન્સની ખાસ ફ્લાઈટમાં જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. તેંડુલકર પરિવારને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એરપોર્ટની બહાર ઉમટી પડ્યા હતા.

યુવરાજસિંહનું સ્ટાઈલિશ આગમન

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને ‘સિક્સર કિંગ’ તરીકે જાણીતા યુવરાજસિંહ પણ રિલાયન્સના મહેમાન તરીકે જામનગર પહોંચ્યા હતા. રિલાયન્સ ગ્રુપની વિશેષ ફ્લાઈટ દ્વારા આ તમામ વીઆઈપી મહેમાનોનું આગમન થયું હતું. એરપોર્ટ પર મહેમાનોનું પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચુસ્ત સુરક્ષા અને ભવ્ય સ્વાગત

વીઆઈપી મહેમાનોના આગમનને પગલે જામનગર એરપોર્ટથી લઈને રિલાયન્સ ગ્રીન્સ સુધીના માર્ગ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને રિલાયન્સની સિક્યુરિટી ટીમે ખડેપગે રહીને મહેમાનોને રિલાયન્સના આવાસ સુધી પહોંચાડ્યા હતા. આગામી દિવસોમાં હજુ પણ અન્ય ક્રિકેટરો અને બોલીવુડની હસ્તીઓ જામનગર પહોંચે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Junagadh: ગિરનાર પર માનવ મહેરામણ ઉમટ્યો, માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *