Jasdanની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર ઓડિયો કોલ અને મેસેજ કરી પજવણી કરતો શખ્સ ઝડપાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જસદણની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર ઓડિયો કોલ અને મેસેજ કરી પજવણી કરતો શખ્સને રાજકોટ સાયબર ક્રાઈમ સેલની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

ટેકનીકલ તપાસ હાથ ધરી આરોપીને શોધી કાઢ્યો

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં સાયબર કાઈમથી મહીલાઓને સુરક્ષીત બનાવવાની મુહિમ ચલાવેલ હોય. તે અનુસંધાનમાં સ્ટેટ સાયરબ કાઈમના સંયુક્ત ઉપક્રમે ચાલી સ્ટેટ સાઈબર ક્રાઈમ એન્ટિ બુલિંગ યુનિટ પર મળતી ફરીયાદો પર વિશેષ ઉપલક્ષ આપી આવા બનેલા બનાવોને શોધી કાઢવાની આપેલ સુચનાથી રાજકોટ સાયબર સેલ પીઆઈ આર.જે.ગોધમની રાહબરીમાં ટીમે જસદણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દાખલ થયેલ સાયબર સ્ટોકિંગ કેસ પર વિષેશ કામગીરી કરી ટેકનીકલ તપાસ હાથ ધરી આરોપી ઉમંગ જગદીશ બાબરીયા (ઉ.વ. રર, રહે જસદણ) ને ગણતરીના કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી સાયબર કાઈમ સેલ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસને સફળતા

જે અંગેની કામગીરી સાયબર ક્રાઈમ સેલના પીઆઈ આર.જે.ગોધમની રાહબરીમાં પીએસઆઈ સી.બી.વાંક, હેડ કોન્સ્ટેબલ, પ્રકાશભાઈ ડાંગર, ગૌતમભાઈ પરમાર સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

આ પણ વાંચો—–    Surat News: શાળાઓને બોમ્બ થ્રેટ વચ્ચે હરકતમાં આવી પોલીસ, મોટી હોટલોમાં સઘન ચેકિંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *