Rajkot News: ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ રિકવર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટ જિલ્લાના જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી ‘સલોના વર્લ્ડ ટ્રેડ લિંક’ નામની પેઢીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે ચોરી થયેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે.

ચોરીની ઘટના અને પોલીસની કાર્યવાહી

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની જાણીતી પેઢી ‘સલોના વર્લ્ડ ટ્રેડ લિંક’માં રાત્રિના સમયે ઘરફોડ ચોરી થઈ હોવાની ફરિયાદ મળતા જ ઉદ્યોગનગર પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. પોલીસની સક્રિયતાને કારણે ગણતરીના કલાકોમાં જ આ ચોરી કરનાર આરોપી પોલીસની પકડમાં આવી ગયો હતો.

આરોપી અને મુદ્દામાલ

પોલીસે આ ગુનામાં અભિષેક રમાપતી વર્મા નામના શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી ચોરી કરવામાં આવેલી તમામ રકમ અને ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 1,68,000નો સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આરોપીએ કેવી રીતે પેઢીમાં પ્રવેશ કર્યો અને અન્ય કોઈ ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે વેપારી આલમમાં રાહત જોવા મળી રહી છે અને પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો – Rajkot News: ‘કેપ્ટો’ ડોગે સૂંઘીને પકડ્યો ગાંજાનો જથ્થો, એક મહિલા સહિત બે આરોપીઓ ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *