Jetpur : જેતલસર જંકશન ગામમાં રેલવે સામે સતત સાતમા દિવસે પણ આંદોલન યથાવત, આંદોલનકારીઓને દિલ્હીનું તેડૂ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામે ગ્રામજનો, વેપારીઓ તેમજ રેલવેના પૂર્વ કર્મચારીઓ રેલવે વિભાગ સામે વિવિધ માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આજે સાતમા દિવસે વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી ગામ બંધ રાખ્યું હતું. તેમજ ઓટો રીક્ષા એસોસિએશન અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા અને તમામે રેલ્વે ઓથોરિટી સામે સુત્રોચાર કરી એક રેલી કાઢી હતી. બીજી બાજુ પોરબંદર સાંસદે આંદોલનકારીઓની માંગણીઓ લઈને દિલ્હી બોલાવતા ઉપવાસીઓનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ગયું છે.

ભાવનગર રેલ્વે ડિવિઝનના અધિકારીઓનો રાગદ્વેષ

જેતલસર જંકશન ગામે એક સમયે ભવ્ય ભૂતકાળ ધરાવતું જંકશન હતું. જેમાં 2500 જેટલા રેલ્વે કર્મચારીઓ તેમજ તેઓને રહેવાના 970 જેટલા ક્વાર્ટર હતાં. ત્યારે 19 હજાર જેટલી ગામની વસ્તી હતી. અને આખું ગામ હર્યુંભર્યું હતું. એટલે કે સાચું ભારત ગામડામાં જ વસ્યું હોવાનું સૂત્ર અહીં યથાર્થ લાગતું હતું. પરંતુ છેલ્લા દસેક વર્ષથી ભાવનગર રેલ્વે ડિવિઝનના અધિકારીઓના રાગદ્વેષને કારણે અહીંના મોટા ભાગના વિભાગો જેવાકે, બ્રેકડાઉન, લોકોલોબી, તેમજ ૧૮ રેલ્વે લાઈનમાંથી તેર જેટલી કરી નાખી મોટા ભાગના કર્મચારીઓની વેરાવળ, રાજકોટ, પોરબંદર વગેરે જગ્યાએ બદલી કરી નાખી હતી.

ગામ રેલવે કર્મચારીઓ વગર વેરાન થઈ ગયું

એક સમયે ૨૫૦૦ જેટલા કર્મચારીઓ હતા અને અત્યારે માંડ માંડ ૨૫૦ થી ૩૦૦ જેટલા જ કર્મચારી વધ્યા છે તેની સીધી અસર ગામના વેપાર ધંધા પર પડી છે. અહીં આખું ગામ જ રેલવે સ્ટેશનના આધાર પર ચાલતું તે હવે બેરોજગાર થવા લાગ્યા. જેતલસર જંકશન ગામ રેલવેના કારણે વસ્યું હતું તે ગામ રેલવે કર્મચારીઓ વગર વેરાન થઈ ગયું અને ધંધા રોજગાર પડી ભાંગતા અહીં રહેતા લોકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. જે

અચોક્કસ મુદતનું આંદોલન ચાલી રહ્યું છે

 છેલ્લા સાત દિવસથી જંકશન સામે જેતલસર જંકશન રેલ્વે બચાવ સમિતિના બેનર હેઠળ અચોક્કસ મુદતનું આંદોલન ચલાવી રહ્યા છે. જે આંદોલનને કારણે પોરબંદર સાંસદ મનસુખભાઇ માંડવીયાએ આંદોલનકારીઓના એક પ્રતિનિધિ મંડળને દિલ્હી બોલાવ્યું છે. બીજીબાજુ આજે ઓટો રીક્ષા એસોસિએશન અને વિદ્યાર્થીઓ પણ ઉપવાસી છાવણીમાં બેઠા હતાં. અને ગ્રામજનોએ ગામમાં એક રેલી કાઢી હતી જેમાં પોતાની માંગણી પુરી કરવા અનુસંધાને સુત્રોચાર કર્યો હતો.

આ પણ વાંચો—–    Gujarat Weather : આગામી 24 કલાક મધ્ય-ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *