Junagadh News: માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી, જાણો શું છે સમગ્ર મામલો?

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બગદાણાના નવનીત બાલધિયા કેસમાં જામીન પર જેલ બહાર આવેલા માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં તેને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી હતી અને તે એક ખાનગી બસ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન વિવાદ સર્જાતા અનેક સવાલો તંત્ર સામે ઉભા થયા હતાં. હવે ફરીવાર જયરાજ આહિર ફરી ચર્ચામાં આવ્યો છે.

જૂનાગઢ મેળામાં જયરાજ આહીર ફરી ચર્ચામાં

જૂનાગઢના મેળામાં વિવાદિત ટિકટોક ગર્લ તરીકે ઓળખાતી કીર્તિ પટેલ અને પીઆઈ જે.પી. વરિયાએ સાધુઓની વચ્ચે મૃગી કુંડમાં ડૂબકીઓ લગાવતા વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન કીર્તિ પટેલને મંદિર પરિસરની બહાર લઈ જવામાં આવી નથી. ત્યારે હવે જયરાજ આહિર મેળા દરમિયાન સાધુઓ સાથે જોવા મળ્યો હતો. તેના વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચાઓ જગાવી છે. આ વીડિયોમાં તે સાધુ સંતો ચાથે હસીમજાકથી ચાલતો જોવા મળે છે. બીજી તરફ વીડિયોમાં માયાભાઈ આહિર પણ જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મેળામાં ખાનગી વાહન લઈને પ્રવેશવા અંગે વિવાદ થયા બાદ જિલ્લા કલેક્ટરના તપાસના આદેશ બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચોઃ Gandhinagar News : રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા અને સ્થાનિક ડેમ મારફતે પાણી પહોંચે છે : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *