Jamnagar: કાલાવડમાં કમોસમી વરસાદથી કારતક માસમાં જાણે અષાઢી માસ જેવો માહોલ, ખેડૂતોની ચિંતામાં વધારો થયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કારતક માસમાં જાણે અષાઢી માસ જેવો માહોલ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.મોડી રાતથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વ્યાપક વરસાદ પડ્યો હતો. કાલાવડમાં સરેરાશ 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ

કાલાવડ તાલુકાના નવાગામ, ટોડા, માછરડા, ભંગડા, ખાનકોટડા, વાવડી, નિકાવા, બેરાજા, શિશાંગ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે.આ વરસાદી પાણી શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને ખેતરોમાં ફરી વળ્યા છે.આ કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન થાય એવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને લણણી માટે તૈયાર પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

 મુખ્ય પાકોમાં નુકસાન થવાની ભીતિ 

કપાસ, મગફળી, સોયાબીન સહિતના મુખ્ય પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલ મગફળીના પાથરા આ વરસાદથી પલળી ગયા છે.આ સ્થિતિમાં ધરતીપુત્રોને ભીતિ છે કે “મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જશે”. કમોસમી વરસાદના કારણે કાલાવડ પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *