કાલાવડના બાલંભડીમાં પ્રેમ સંબંધમાં કુટુંબીક ભાઈ-બહેનનો સજોડે આપઘાત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • લીમડાના ઝાડમાં બન્ને કટુંબીક ભાઈ-બહેને ગળાફાસો ખાધો
  • પરિવારજનો દ્વારા પીએમ બાદ બન્નેના મૃતદેહોને વતન લઈ જવાની તજવીજ
  • પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કર્યવાહી હાથ ધરી

કાલાવડ તાલુકાના બાલંભડી ગામમાં આદિવાસી કુટુંબીક ભાઈ-બહેન વચ્ચે પાંગરેલા પ્રેમી સંબંધમાં ભાગી ગયા હોય અને એકબીજાના થઈ શકે તેમ ન હોવાથી લીમડાના ઝાડમાં સોકે ગળાનેસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમા શોક વ્યાપી ગયો છે.

લીમડાના ઝાડમાં સજોડે ગળાનસો ખાઈને આપઘાત કરી લીધો

બાલભડી ગામની વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અને મુળ દાહોદ જિલ્લાના પાવ ગામના વતની રાકેશભાઈ તેરીયા ભાઈ સંગોડ નામના યુવાનને કુટુંબીક બેન થતી રીતાબેન ગોબરભાઇ સંગોડ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બન્ને કુટુંબીક ભાઈ-બહેન થતા હતા. તેમ છતાં બન્ને ઘરેથી ભાગી ગયા હતાં. પરંતુ બન્નેની ઉંમર નાની હોય અને કુટુંબીક ભાઈ-બહેન થતા હોવાથી બન્નેના લગ્ન થઈ શકે તેમ ન હતો. જેથી બન્નેએ ગતરાત્રીના બાલ ભડી ગામની વાડી વિસ્તારમાં આવેલા લીમડાના ઝાડમાં સજોડે ગળાનસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

વતન લઈ જવાની તજવીજ હાથ ધરી

સવારે આ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતા અને બન્ને પ્રેમી પંખીડાના મૃતદેહોને નીચે ઉતારીને પીએમ માટે હોસ્પિટલ મોકલી દીધા હતાં. આ બનાવ અંગેની બાલંભડીની વાડીમાં મજુરી કામ કરતા મૃતક યુવાનના ભાઈ પર્વતભાઈ તેરીયાભાઈ સંગોડનું જમાદાર વી.ડી.ઝાપડીયાએ નિવેદન લીધે હતું. બન્નેના મૃતદેહોના પીએમ બાદ પરિવારજનો મૃતદેહોને પોતાના વતન લઈ જવાની તજવીજ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *