Sabarkantha News : ખેડબ્રહ્મામાં ચાઈનીઝ દોરીનો કહેર, પતંગ ચગાવતા દાદીવાડના યુવકનો ચહેરો ચીરાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દાદીવાડ ગામે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક કરુણ ઘટના બની છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ બજારમાં છૂપી રીતે વેચાતી ચાઈનીઝ દોરી માનવીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. દાદીવાડ ગામનો એક યુવક જ્યારે પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે અચાનક ચાઈનીઝ દોરી તેના ચહેરા પર આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ધારદાર દોરીના કારણે યુવકનો ચહેરો કપાઈ ગયો હતો અને તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો.

લોહિયાળ પતંગબાજી

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, બજારમાં તેનું વેચાણ બેરોકટોક ચાલુ હોવાનું આ ઘટના પરથી સાબિત થાય છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસની નબળી કામગીરીને કારણે વેપારીઓ લાલચમાં આવીને આ ઘાતક દોરી વેચી રહ્યા છે. પીડિત પરિવાર અને સ્થાનિકોએ માગ કરી છે કે ચાઈનીઝ દોરી વેચતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈનો જીવ જોખમમાં ન મુકાય.

આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચીમકી, પુરવઠા સાંકળ ખોરવાશે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *