Kodinar માં સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ભડકાઉ પોસ્ટ કરનાર આરોપી જેલના સળિયા પાછળ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

કોડીનાર શહેરમાં સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક તણાવ ઊભો કરનારી પોસ્ટ મૂકવાના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અજગર ખરાઇએ અન્ય વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટનો દુરુપયોગ કરી ભડકાઉ લખાણ પોસ્ટ કર્યું હતું, જેનો હેતુ સ્થાનિક સ્તરે અશાંતિ ફેલાવવાનો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી દ્વારકા સુધી પહોંચી હતી અને ત્યાંથી આરોપીની ધરપકડ કરી કોડીનાર લાવવામાં આવ્યો હતો.

શાંતિ ડહોળવાનો પ્રયાસ ભારે પડ્યો

ધરપકડ બાદ પોલીસે આરોપીનો ખોફ ઓછો કરવા અને કાયદાનું ભાન કરાવવા માટે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં.

આ પણ વાંચો : Gandhinagar News : સ્ટેટ ECCE કાઉન્સિલનો મોટો નિર્ણય, આંગણવાડીમાં રમત-ગમત સાથે અપાશે 4 કલાકનું શિક્ષણ.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *