પોરબંદરના કુતિયાણામાં ATM તોડવાનો તસ્કરો દ્વારા નિષ્ફળ પ્રયાસ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • જીન્સ અને સ્વેટર પહેરેલા બે શખ્સોએ કર્યો ATM તોડવાનો પ્રયાસ
  • તસ્કરીના CCTV ફૂટેજ થયા વાયરલ, પોલીસે તપાસ હાથ ધરી
  • CCTVમાં કરતૂત ના દેખાય તે માટે કેમેરા પર ભેદી સ્પ્રે માર્યો

પોરબંદરમાં છેલ્લા કેટલાય દિવસોથી તસ્કરો બેફામ બન્યા છે તેવું જોવા મળી રહ્યું છે. રહેણાંક મકાનોની સાથે હવે તસ્કરો સરકારી સંપત્તિને પણ નિશાન બનાવી રહ્યા છે. ત્યારે, પોરબંદર જિલ્લાના કુતિયાણાના દેવડા નાકે આવેલ યુનિયન બેંકનું ATM તોડવાનો તસ્કરોએ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના કુતિયાણાના દેવડા નાકે આવેલ યુનિયન બેંકનું ATM ગત મોડી રાત્રે તોડવાનો પ્રયાસ થયો હતો. જે અંગેના CCTV ફૂટેજ વાયરલ થયા છે. જેમાં જીન્સ અને સ્વેટર પહેરેલા બે શખ્સો રાત્રે 4-20 મીનીટે મોઢા પર મફલર અને બુકાની બાંધીને ATMનું શટર ઉંચકાવી હાથમાં થેલો લઇ અંદર પ્રવેશ કરે છે.

ત્યારબાદ, એક શખ્સ પોતાના હાથમાં રહેલ કોઈ બોટલમાંથી CCTV કેમેરા તરફ સ્પ્રે કરે છે જેના લીધે કેમેરાનું દ્રશ્ય ધૂંધળું થયા બાદ સંપૂર્ણપણે દેખાતું બંધ થાય છે. આ અંગે પીએસઆઈ એ. એ. મકવાણાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે જે અંગે તપાસ હાથ ધરી દેવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *