લખતરના વણા રોડ પર આવેલ ઉમાધામ ખાતે પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસિય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો તા.4થી શુભારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે સવારે ધર્મધજા સ્થાપના, ગણેશ પૂજન, જળયાત્રા સહિતના શુભ કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે રાત્રે ભક્તિ સંધ્યા અને રાસ ગરબાની રમઝટનું આયોજન કરાયું હતું. બીજા દિવસે એટલે કે આજે તા. 5મીએ વાસ્તુ પૂજન, ભવ્ય શોભાયાત્રા તેમજ મૂર્તિ ધાન્યાધીવાસના કાર્યક્રમો યોજાશે. આ દિવસે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા લોકગાયક બિરજુ બારોટ અને જીગ્નેશ કવિરાજ ઉપસ્થિત રહેશે. જ્યારે મહોત્સવના અંતિમ દિવસે એટલે કે તા. 6ઠ્ઠી ફેબ્રુઆરીએ મહાભિષેક, કળશ પૂજન, ધજારોપણ તથા મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના મુખ્ય ધાર્મિક કાર્યક્રમો વિધિવત રીતે સંપન્ન થશે. આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર મહોત્સવ પૂર્ણ થશે. સમગ્ર કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા માટે પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર તેમજ સમાજના આગેવાનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
Lakhtar: ઉમાધામમાં ત્રિ-દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ
📅 Published: February 18, 2026 |
📂 Category: Uncategorized
