ટ્રાફિક જામ:તરસાલી સહિત 5 પ્રવેશદ્વાર પર કાંસ નખાશે,7 દિવસ રસ્તો બંધ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાલીકાની ડ્રેનેજ શાખા દ્વારા નવી વરસાદી ગટર નાખવાની કામગીરી હાથ ધરાઈ છે. ગોલ્ડન, આજવા, કપુરાઈ, વાઘોડિયા અને તરસાલી જંકશન પર નવી ગટર નાખવાનું શરૂ કરાતાં જંકશનોથી રૂટ ડાયવર્ટ કરાયા હતા. તરસાલી જંકશન પર 19મીથી 7 દિવસ રસ્તો બંધ રહેશે. પ્રથમ તરસાલી-ધનયાવી રૂટ બંધ કરાયો હતો. બીજો રૂટ ચાલુ હતો. જ્યાં બુધવારે ટ્રાફિક જામ થયો હતો. 30 કરોડના ખર્ચે શહેરમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં હાઇવે નીચેથી ચેનલ મારફતે પાણીનો શહેર બહાર નીકાલ કરવાનું આયોજન છે. જેથી પાણી ભરાવવાની સમસ્યા ન થાય.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *