બીલીમોરા શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં આઇક્યુએસી કમિટી દ્વારા “સાયબર સિક્યુરિટી’ વિષય પર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી પીએસઆઇ એમ.એમ. શેખ, પો.કો. જયદીપસિંહ જાડેજા અને સાયબર નિષ્ણાતો વિરલ પટેલ તથા ધ્રુવ નાયક ઉપસ્થિત રહ્યાં હતા. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશભાઈ ટંડેલે મહેમાનોનો પરિચય આપ્યો હતો. નવસારી જિલ્લામાં દરરોજ નોંધાતા સાયબર કેસોની સંખ્યા અને આર્થિક નુકસાનની વિગતો આપી હતી. સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટીનું મહત્વ, એપીકે, એમ-કવચ અને ક્લોન એપ્લીકેશન વિશે માહિતી આપી હતી. તેમણે શેર માર્કેટ/ક્રિપ્ટો ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, જોબ/વિઝા ફ્રોડ, ઈલેક્ટ્રીસિટી બિલ ફ્રોડ અને ફેક ડિલિવરી ફ્રોડ જેવા અનેક પ્રકારના સાયબર ફ્રોડ વિશે ચેતવણી આપી હતી. સાયબર ફરિયાદ માટે ત્વરિત કોલ- 1930 અથવા CYBERCRIM .GOV.INનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વિરલભાઈએ સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો જેવા કે કોલ એસએમએસથી સાવધાન રહેવું, સંચાર સથી 5 નો ઉપયોગ કરવો અને ઇન્સ્ટાગ્રામ/વોટ્સએપ પર ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સેટ કરવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન કો.ઓર્ડિનેટર પ્રો. ડો. અરુણાબેન કસવાલાએ કર્યું હતું.
‘સાયબર સિક્યુરિટી'' પર સેમિનાર:વિદ્યાર્થીઓને શેર માર્કેટ, જોબ અને ફેકડિલિવરી ફ્રોડ વિશે અપાઇ ચેતવણી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
