2022માં પાલિકાએ પાર્કિંગ પોલિસી બનાવી સરકારમાં મંજૂરી માટે મોકલી હતી. બે વર્ષ સુધી મંજૂરી ન મળતાં હવે તે પૂર્વે જ હંગામી પોલિસી લાગુ કરવામાં આવશે. જે મુજબ રોડ સહિત વિવિધ સ્થળે ટ્રાફિકની દેખરેખ પાલિકાનું સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કરશે અને ઈ-મેમો પણ જનરેટ કરશે. શહેરમાં રોડ પર થતા પાર્કિંગને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે. જેનો ઉકેલ લાવવા પાલિકાએ પાર્કિંગ પોલિસીનો અમલ કરવાનું નક્કી કર્યું છે. વર્ષ 2022માં પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલાવવામાં આવી હતી. જોકે તે હજુ મંજૂર કરાઈ નથી. ત્યારે શહેરમાં વકરતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા પાલિકાએ હંગામી પોલિસીને લાગુ કરાશે. પોલિસીનું ઝોન કક્ષાએથી અમલીકરણ કરાવવા 10 અધિકારીઓની કમિટીનું ગઠન કરાશે. સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. પાલિકાના સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સમગ્ર પાર્કિંગ વ્યવસ્થાના અમલીકરણની દેખરેખ કરાશે અને જો નિયમો ભંગ થશે તો ઈ મેમો મોકલવામાં આવશે. જાહેર રસ્તા પર પડી રહેલા વાહનો દૂર કરવાની કામગીરી ટ્રાફિક પોલીસને સોંપવામાં આવી છે. પાલિકા ટોઇંગ વાહનોની ખરીદી કરી કોન્ટ્રાક્ટ આપશે
વાહનોના પાર્કિંગ માટે સુવ્યવસ્થિત આયોજન ન હોવાથી લોકોને પાર્કિંગની જગ્યા મળતી નથી અને તેના કારણે રોડ પર અથવા તો ખુલી જગ્યામાં પાર્કિંગ કરવા મજબૂર બને છે. રોડ અને નો પાર્કિંગ ઝોન વિસ્તારમાં પાર્કિંગ કરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને ટો કરવામાં આવશે. પાલિકા દ્વારા પણ ટોઇંગ વાહનોની ખરીદી કરાશે અને વ્યવસ્થા કોન્ટ્રાક્ટ પર સોંપવામાં આવશે. પાલિકાના 100 પ્લોટ પર પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરાશે પ્લોટ અને બ્રિજ નીચે પે એન્ડ પાર્કિંગનું ફી ધોરણ કોમર્શિયલ કોમ્પ્લેક્સને આડેધડ પરવાનગીઓ અપાઇ, પાર્કિંગમાં બાંધકામ થયા અને ચાર્જ લોકોએ ભરવાનો વારો ચાર દરવાજા, સુરસાગર, રાવપુરા, અલકાપુરી રોડ, સયાજીગંજ, ફતેગંજ, નિઝામપુરા, સમા, કારેલીબાગ સહિત વિસ્તારમાં પાલિકાએ ચકાસણી વિના આડેધડ બાંધકામની પરવાનગી આપી છે. પાર્કિંગની જગ્યામાં બાંધકામો છે. હોસ્પિટલો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલમાં પણ પાર્કિંગની પુુરતી વ્યવસ્થા ન હોવાથી લોકો બહાર પાર્કિંગ કરે છે. નિયમોના અમલીકરણ કરાવવામાં અસમર્થ અને ભૂલ ભરેલા નિર્ણયો લેતી પાલિકાને કારણે હવે રોડ પર પાર્ક કરતા લોકોને દંડ ચૂકવવો પડશે. પોલિસીમાં ઉલ્લેખ છે કે, કોમ્પ્લેક્ષ, શોપ, મોલ, હોટલ, રેસ્ટોરન્ટમાં પાર્કિંગ નહીં હોય તો ટીપી વિભાગના બિલ્ડીંગની પરવાનગી આપતા અધિકારી કાર્યવાહી કરશે.
અમલ:શહેરના માર્ગો-જાહેર સ્થળે યોગ્ય પાર્કિંગ ન કર્યું તો હવે પાલિકા ઈ-મેમો મોકલાવશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
