નવસારી જિલ્લામાં રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિ અટકાવવા ડીજીના આદેશને પગલે પોલીસે પણ 353 આરોપીઓનાં રેકોર્ડ વેરીફિકેશન કર્યા હતા. નવસારીમાં રહેતા અન્ય જિલ્લાના ગુજસીટોકના આરોપીઓના પણ ઘરે જઈ વેરીફિકેશન કરાયું હોવાની માહિતી પોલીસ સૂત્રોએ આપી હતી. નવસારી જિલ્લામાં પોલીસ વિભાગે રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિઓ અટકાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને વિશેષ તપાસ અને ચેકિંગ માટે આદેશ આપવામાં આવ્યો હતો. તે અનુંસંધાનમાં નવસારી જિલ્લામાં છેલ્લા 30 વર્ષોમાં રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ રહેલા આરોપીઓનું વિશાળ સ્તરે ચેકિંગ કરાયું હતું. એલસીબી, એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનોની 25થી વધુ ઓફિસરો અને જવાનોની ટીમ બનાવી વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અન્ય જિલ્લામાંથી નવસારી આવેલા ગુજસીટોકના આરોપીઓના ઘરે પણ પોલીસે જઈ વેરીફિકેશન કરાયું હતું. નવસારી પોલીસ દ્વારા છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ પકડાયેલા આરોપીઓનું માત્ર 100 કલાકમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં ન્યૂ દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ ડીજી દ્વારા આરોપીઓની વેરીફિકેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોપીઓના ઘરે જઇ વેરીફિકેશન
આ ઓપરેશન દરમિયાન રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિ, એનડીપીએસ, આર્મ્સ એક્ટ, બનાવટી ચલણી નોટ અને એક્સપ્લોઝીવ એક્ટ જેવા ગંભીર ગુનામાં પૂર્વે પકડાયેલા નવસારી જિલ્લાના 188, જિલ્લા બહાર રહેતા 102 અને ગુજરાત બહાર રહેતાં 63 મળી 353 આરોપીની તલસ્પર્શી તપાસ અને રેકોર્ડ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું. જિલ્લાની 25થી વધુ પોલીસની ટીમ બનાવી નોંધાયેલા આરોપીઓના ઘરે ઘરે જઈ રેકોર્ડ વેરીફિકેશન કરાયું હતું.> પી.એ.આર્ય, પીઆઇ, એસઓજી
LCB, SOG સહિતની ટીમો દ્વારા વિશેષ ચેકિંગ ઓપરેશન:‘રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ' અટકાવવા 353 આરોપીઓનાં રેકોર્ડની સઘન ચકાસણી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
