ભાસ્કર એક્સક્લુસિવ:ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીમાં શ્રેષ્ઠ સંશોધન કરનારને સન્માન અને 10 લાખ સુધીના પુરસ્કાર

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

DRDO દ્વારા ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અસાધારણ સંશોધન કરનારા વ્યક્તિઓને માન્યતા અને સન્માન આપવા માટે અરજીઓ મંગાવી છે. UGC એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને DRDOના 2024 અને 2025ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો માટે નોમિનેશન મોકલવા જણાવ્યું છે. કોલેજો અને યુનિવર્સિટીઓ 1 ડિસેમ્બર સુધીમાં નોમિનેશન મોકલી શકે છે. સંરક્ષણ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અસાધારણ સંશોધન યોગદાન આપનારા વ્યક્તિઓને માન્યતા અને સન્માન આપવા માટે, DRDO ડૉ.કોઠારી રક્ષા વિજ્ઞાન પુરસ્કાર અને ડૉ.કલામ રક્ષા ટેક્નોલોજી પુરસ્કાર માટે અરજીઓ મગાવી છે. દરેક પુરસ્કાર હેઠળ એક પ્રશસ્તિ પત્ર અને રૂ.10 લાખનો રોકડ પુરસ્કાર અપાશે. કોણ નોમિનેશન કરી શકશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે
નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દ્વારા સીધું મોકલાયેલું નોમિનેશન સ્વીકારવામાં આવશે નહીં. આ પુરસ્કારો સરકારી સંગઠનો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, ખાનગી સંગઠનો (શૈક્ષણિક, ઉદ્યોગ અને સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ)માં કાર્યરત તમામ વ્યક્તિઓ માટે ખુલ્લા છે. આયોગે જણાવ્યું કે, નોમિનેશનમાં ફોર્મેટમાં નિર્દિષ્ટ તમામ સંબંધિત વિગતો શામેલ હોવી જોઈએ , જેમાં નામાંકિત વ્યક્તિ દ્વારા કરાયેલા મુખ્ય યોગદાન (લગભગ 100 શબ્દોમાં) અને દુનિયામાં અન્યત્ર ઉપલબ્ધ ટેક્નોલોજીના સ્તરની વિગતો સામેલ હોવી જોઈએ. ક્યો પુરસ્કાર શેના માટે આપવામાં આવશે DRDO આવી રીતે પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરશે ​​​​​​​


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *