જોખમી APK ફાઈલથી સાવધાન:વરાછાના ડોકટરે લિંક ખોલતાં જ ખાતામાંથી 1 લાખ કપાયા

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

વરાછાના ડોક્ટરે ફોન પર આ‌વેલી લિંક ખોલતાં જ ભેજાબાજે થોડી વારમાં 6 ટ્રાન્ઝેક્શનથી 1 લાખ ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ છે. વરાછા રંગઅવધૂત સોસાયટીમાં રહેતા ડો. ગોરધન દુધાગરા ઇશ્વરકૃપા સોસાયટી વિ-2માં ક્લિનિક ચલાવે છે. ગઇ તા.5-8-2025ના રોજ સવારે તેમના ફોન પર મેસેજ આવ્યો હતો, જેમાં એક લિંક પણ હતી, જેથી તેમણે આ લિંક ઓપન કરી હતી. બાદમાં ડીલિટ કરી હતી. ત્યાર બાદ રાત્રે 12ના અરસામાં તેમના ખાતામાંથી 6 ટ્રાન્ઝેક્શન થી 1 લાખ ઉપડી ગયા હતા. સવારે બેંકમાં અને વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. .APK ફાઇલ ડીલિટ કરો તો પણ હિડન ફાઈલ તરીકે રહે છે
સાયબર ક્રાઇમના પીઆઇ.આર.આર. દેસાઇએ જણાવ્યું કે, સાયબર ફ્રોડ કરનારા .APKવાળી ફાઇલ મોકલે છે, જે ખોલતાં જ ઇન્સ્ટોલ થઇ જાય છે. ડીલીટ કર્યા બાદ પણ તે હિડન રહે છે. આ ફાઇલ થકી ઠગો ફોનનો એક્સેસ મેળ‌વીને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *