કૃષિ વિશેષ:રાજ્યમાં ડુંગળીનું 74.88% વાવેતર એકલા ભાવનગરમાં

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

આ વર્ષે પાછોતરા વરસાદ અને માવઠાએ ખરીફ પાકને ભારે નુકશાન કર્યા બાદ હવે ઠંડીની સિઝન શરુ થતા ભાવનગર સહિત ગુજરાતભરમાં રવિ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. હાલ ગુજરાતમાં ગરીબોની કસ્તૂરી ગણાતા ડુંગીનું વાવેતર 20,700 હેકટરમાં થયું છે તેની સામે એકલા ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું વાવેતર 15,500 હેકટર થયું છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું કુલ વાવેતર થયું છે તેના 74,88 ટકા વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. જો કે આ વખતે ભાવનગર સહિત રાજ્યના જે જે વિસ્તારોમાં માવઠા થયા ત્યાં આ વખતે શિયાળુ પાકનું વાવેતર 15 દિવસ કે તેનાથી વધુ પાછું ઠેલાયું છે. ભાવનગર જિલ્લામાં શિયાળુ ઠંડી જામી જતાં રવિ પાક વાવેતર શરુ થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં વાવેતરમાં કુલ વાવેતર 23,400 હેકટર થયું છે. ખાસ કરીને ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના વાવેતરમાં એક સપ્તાહમાં બમણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉનું વાવેતર 2,000 હેકટરના આંકને આંબી ગયું છે. ચણાનું વાવેતર 1,600 હેકટર થયું છે. શાકભાજીનું વાવેતર 900 હેકટર થયું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 3,100 હેકટર થયું છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે ત્યારે ઘઉં, ડુંગળી અને ચણા તેમજ અન્ય કઠોળના વાવેતરમાં આ વખતે વધારો થવાની શકયતા છે. સમગ્ર ગુજરાતમાં રવિ પાકનું વાવેતર વધી રહ્યું છે અને ઘઉંનું કુલ વાવેતર 1,05,500 હેકટર થયું છે જ્યારે ચણાનું વાવેતર 1,19,900 હેકટરમાં થયું છે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજ
શિયાળુ વાવેતર પૂર્વે આટલું યાદ રાખો
આ વર્ષે કમોસમી વરસાદથી જમીનનું તાપમાન ઠંડુ હોય વાતારવણ સૂકું બની જાય અને જમીન સુકાઈ જાય પછી જ પાકનું વાવેતર કરવું હિતાવહ છે અને આ રીતે શિયાળુ પાકનું સમયસર પણ વાવેતર કરવું. પીયતની સુવિધા ના આધારે પાકની પસંદગી કરવી. પાકને યોગ્ય પોષણ મળી રહે તેનું માર્ગદર્શન મેળવ્યા બાદ વાવેતર કરવું બે પાક વચ્ચે સામાન્ય રીતે 15થી 20 દિવસનું અંતર રાખવું અને જમીનને પૂરતું સૂર્યપ્રકાશ મળે તેનો પણ ધ્યાન રાખવું. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી અપાઇ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની સચોટ અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખતી મલ્ચિંગ પદ્ધતિ અને રસાયણમુક્ત કીટનાશક દ્રાવણો જેમ કે ખાટી છાશ, બ્રહ્માસ્ત્ર, નિમસ્ત્ર વગેરે દ્વારા જીવાત નિયંત્રણના અસરકારક ઉપાયો વિશે પણ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. રાજ્યમાં ડુંગળીના વાવેતરના પ્રથમ 5 જિલ્લા


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *