ખાસ કેમ્પ:2002ની યાદીમાં નામ ન હોય તો શું કરવું તેની માહિતી અપાશે

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

ભરૂચજિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શિક્ષણ, સમાજ કલ્યાણ, પંચાયત, પાલિકા વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે બેઠકમાં કામગીરીનું સંકલન કરવામાં આવી રહયું છે. વહીવટીતંત્રની આગેવાનીમાં છૂટછવાયા વિસ્તારોમાં રહેતા જનજાતિય સમુદાય, હળપતિ, માછીમાર, મીઠાંના અગરીયામાં કામ કરતાં શ્રમિકો, ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંરિત લોકો, સ્લમ વિસ્તાર, થર્ડ જેન્ડર, વિચરતી – વિમુક્ત જ્ઞાતિ વગેરે જેવા સમૂહોને કરાઈ રહ્યા છે. 22મીએ શનિવાર અને 23મીએ રવિવારના રોજ વિશેષ કેમ્પ યોજવામાં આવશે. દરેક બૂથ પર સવારે 9 થી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. મતદારો આ સમય દરમિયાન બીએલઓ ની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશેજે મતદાર અથવા માતા- પિતા, દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે બીએલઓ માર્ગદર્શન પણ અપાશે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં બીએલઓ ઘરે ઘરે ફરીને ફોર્મનું વિતરણ કરી રહ્યા છે. આ કામગીરી 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. કોઇપણ મુઝવણ અંગે બીએલઓનો સંપર્ક કરી શકાય છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *