કાર્યવાહી:ગોધરા શહેરમાં જૂના વાહનોનું રજિસ્ટર ના નિભાવતા કાર્યવાહી

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

ગોધરા શહેરના કોઠી ત્રણ રસ્તા પાસે જૂના વાહનોના સ્ક્રેપની દુકાનમાં ખરીદ – વેચાણનું રજિસ્ટર ન નિભાવનાર દુકાનદારો સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી. પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે ગોધરા શહેરના કોઠી સ્ટીલ સામે આવેલી નસીબ ઓટો સ્ક્રેપ નામની જુના વાહનોના સ્પેર પાર્ટસના ભંગારની દુકાનમાં 18 નવેમ્બરના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દુકાનના સંચાલક જૂના ટુ-વ્હીલર વાહનોના સ્પેરપાર્ટ્સ ખરીદ વેચાણનું કામ કરતા હતા, જેઓ પાસે ખરીદ-વેચાણ અંગે નિભાવવાનું રજિસ્ટર માંગતા કોઈ રજિસ્ટર મળ્યું ન હતું. આમ દુકાનદાર દ્વારા રજિસ્ટર ન નિભાવીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતો મળી આવ્યો હતો. જેને લઇને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગ મુજબ દુકાનદાર અહેમદઅલી નિશાર અહેમદ ગાજી સામે જાહેરનામા ભંગ મુજબ ગુનો નોંધાયો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *