ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારતી વખતે ટેકો ખસી જવાથી કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. મકાન ઉતારવાની કામગીરી કરી રહેલાં 3 શ્રમજીવીઓ પૈકી બે ખસી જતાં તેમનો બચાવ થયો હતો જયારે એકને પગમાં ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જૂના શહેરમાં આવેલાં મોટાભાગના મકાનો જૂની ઢબના હોવાથી છાશવારે તૂટવાના બનાવો બનતાં રહે છે. દર વર્ષે નગરપાલિકા તરફથી જર્જરિત મકાનોમાં રહેતાં લોકોને ચોમાસા પહેલાં નોટિસ આપવામાં આવે છે અને મકાનો ઉતારી લેવા અથવા રીપેર કરાવી લેવા સૂચના અપાઇ છે. મંગળવારે રાત્રિના સમયે વેજલપુર પારસીવાડમાં એક મકાનને ઉતારતી વેળા ટેકો ખસી જતાં કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ઘટના બની તે સમયે 3 શ્રમજીવીઓ કામ કરી રહયાં હતાં પણ બે શ્રમિકો દૂર હટી જતાં તેમનો બચાવ થયો હતો જયારે એકને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મકાન જર્જરિત હોવાથી આ રીતે ખબર પડી
ભરૂચમાં બે પારસીવાડ આવેલાં છે જેમાં એક કોટ પારસીવાડ અને વેજલપુર પારસીવાડ આવેલાં છે. કોટ પારસીવાડમાં થોડા મહિનાઓ પહેલાં એક મકાન ધરાશાયી થતાં નગરપાલિકાની ટીમ સર્વે કરવા માટે પહોંચી હતી. સર્વે દરમિયાન તેની બાજુમાં આવેલું મકાન પણ જોખમી જણાતાં નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ પારસી પંચાયતે સ્વીકારી હતી. કિસ્સો – 1ઃ 9 મહિના પહેલાં નગરસેવકનું મૃત્યુ થયું હતું
ભરૂચમાં જૂની ઢબના મકાનો જોખમી બની ચૂકયાં છે. શહેરના જૂમ્મા મસ્જિદ વિસ્તારમાં આવેલું બે માળનું મકાન માર્ચ મહિનામાં ધરાશાયી થયું હતું. વોર્ડ નંબર –6ના નગર સેવક વિશાલ વસાવા અને તેમના પત્ની મકાનના બીજા માળે ઉંઘી રહયાં હતાં તે સમયે મકાન તૂટી પડયું હતું. જેમાં વિશાલ વસાવાનું મોત થયું હતું જયારે તેમના પત્નીને ઇજા પહોંચી હતી. જર્જરિત મકાનના કિસ્સામાં પાલિકા શું કરી છે ?
મુખ્ય અધિકારીએ માલિક અથવા ભોગવટો કરનારને લેખિત નોટિસ આપી શકે છે. ઈમારત અથવા તેના પર લગાડેલી હોય તેવી વસ્તુ દૂર કરી તેને સુરક્ષિત કરી શકે છે. ત્રણ દિવસની અંદર તે ઇમારતની મરામત અથવા ઉતારી લેવી પડતી હોય છે. જો મકાન માલિક કે ભાડૂઆત આ કામ ન કરે તો તેને મુખ્ય અધિકારી દૂર કરી શકે છે. મુખ્ય અધિકારી મારફતે થયેલ તમામ ખર્ચ મકાન માલિક અથવા ભાડૂઆત પાસેથી વસુલ કરવાની પાલિકાને સત્તા અપાઇ જૂના મકાનોના લાકડાઓઉધઇ અને પાણીથી નબળા
ભરૂચ | જૂના ભરૂચ શહેરમાં મોટાભાગના મકાનો જૂની ઢબના બનેલાં છે. આ મકાનોના બાંધકામ માટે લાકડાનો સૌથી વધારે ઉપયોગ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. લાકડાને પાણી તથા ઉધઇના કારણે નુકસાન થયું છે. અત્યાર સુધી શહેરમાં મકાનો તૂટી પડવાના જેટલા બનાવો બન્યાં છે તેના માટે લાકડાનો મોભ અથવા ટેકો તૂટવાનું કારણ સામે આવ્યું છે. લાકડાના બનેલા મકાનો ખાલી કરીને લોકો સોસાયટી વિસ્તારોમાં રહેવા જતાં રહયાં છે. તેમાં ભાડૂઆતો રહે છે. ભાડૂઆતો મકાન રીપેર કરાવતાં નથી અને મકાન માલિકને મકાન ઉપયોગમાં લેવાનું નહિ હોવાથી તેઓ પણ આળસ દાખવે છે. આના કારણે પણ જર્જરિત મકાનો ભયજનક હાલતમાં હજી ઉભા છે. ભરૂચ પાલિકાએ તાજેતરમાં કરાવેલાં સર્વેમાં 40 મકાનો હજી જર્જરીત હાલતમાં છે અને તેમાંથી માત્ર 15 જ ઉતારી લેવામાં આવ્યાં છે.
શહેરમાં આવા જોખમી મકાનો હયાત:14 મહિના પહેલાં જ પાલિકાએ નોટિસ આપીમકાન ઉતારતી વેળા ટેકો ખસતાં શ્રમિકને ઇજા
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
