સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામતળ વિસ્તારમાં ₹2.65 કરોડના ખર્ચે સી.સી. (સિમેન્ટ કોંક્રિટ) રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગ્રામજનોને આધુનિક અને ટકાઉ માર્ગ સુવિધા પૂરી પાડી સ્થાનિક વિકાસને વેગ આપવાનો છે. આ કામગીરી દૂધરેજ ખોડું અને વેળાવદર રોડ વચ્ચેના જોડાણને વધુ મજબૂત અને સુગમ બનાવશે, જે પરિવહન અને અવરજવર માટે અત્યંત લાભદાયી નીવડશે. આ પ્રોજેક્ટમાં મેટલિંગ, પ્લેઇન સિમેન્ટ કોંક્રિટ (PCC) અને સિમેન્ટ કોંક્રિટ (CC) રોડના નિર્માણનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા હાથ ધરાયેલા આ કાર્યમાં અત્યાર સુધીમાં અંદાજિત 30 થી 35 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે.વિભાગ દ્વારા આગામી દોઢ માસના સમયગાળામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્યતન માર્ગ સુવિધાથી દૂધરેજ ગામતળના રહેવાસીઓના જીવનધોરણ અને વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધારો થશે.
દૂધરેજ ગામતળમાં રૂ.2.65 કરોડના ખર્ચે સી.સી. રોડ:નિર્માણ કાર્ય પૂરજોશમાં, દોઢ માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
