દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત:ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોતની આશંકા, બે ઈજાગ્રસ્ત

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના મોતની આશંકા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કાર સુરતની છે. ગઈકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડોક્ટરે મજૂરોને ઉડાવ્યા, 2નાં મોત ગઇકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં હતા. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયાં હતા. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છે


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *