ચીનમાં વીજ સંચાલિત ટ્રકોની બોલબાલા વધતાં એલએનજી-ડિઝલની માંગમાં ઘટાડો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


– યુરોપની મલાઇદાર વીજ ટ્રક બજાર સર કરવાની ચીનની નેમ

– 2040 સુધીમાં યુરોપમાં નવી ટ્રકોનું કાર્બન ઉત્સર્જન ઝીરો કરવાનું લક્ષ્ય હોઇ ચીન આ તક ઝડપવા માંગે છે

હાનોઇ, ચીન : ચીનમાં ડિઝલ ટ્રકોનું સ્થાને વીજ સંચાલિત ટ્રકોનું ચલણ વધવાને કારણે દુનિયામાં પરંપરાગત બળતણની માંગ ઘટશે અને હવે ચીન યુરોપની બજારમાં તેની વીજ ટ્રકો વેચવા ઇચ્છતું હોઇ હેવી ટ્રાન્સપોર્ટનું ભાવિ બદલાઇ જશે. ચીનમાં વીજ ટ્રકો ખરીદવામાં સરકારી સહાય અપાતી હોઇ અને વીજ વાહનોને ચાર્જ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર હોઇ ચીનમાં ડિઝલ ટ્રકોનું સ્થાન વીજ ટ્રકો લઇ રહી છે જેના કારણે એક અંદાજ અનુસાર ચીનમાં દરરોજ દસ લાખ બેરલ ઓઇલની માંગ ઘટી છે. વીજ સંચાલિત પેસેન્જર કારની બજારમાં અગ્રણી ચીન હવે વીજ ટ્રકોની બજાર સર કરવાની નેમ ધરાવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *