
Donald Trump Claim: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને રોકવાનો શ્રેય પોતાને આપ્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો પર 350 ટકા ટેરિફ લાદવાની ધમકી આપીને યુદ્ધ ટાળ્યું હતું.
‘હું વિવાદો ઉકેલવામાં નિષ્ણાત છું’
ટેરિફની ધમકી આપતા ટ્રમ્પે દોવો કર્યો હતો કે, ‘ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયાર સાથે લડવાના હતા. મેં કહ્યું, તમે લોકો લડી શકો છો, પણ હું બંને દેશો પર 350 ટકા ટેરિફ લાદીશ.
