
Donald Trump’s Mega Plan For A Ceasefire Between Russia-Ukraine : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના અનેક પ્રયાસ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેગા પ્લાન તૈયાર કર્યો છે. મીડિયા રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ આ પ્લાનથી સૌથી વધુ ફાયદો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ને થવાનો છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડિમીર ઝેલેન્સ્કી સાથે મોટો ખેલ થવાનો છે. તાજેતરના અહેવાલો મુજબ અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય અધિકારીઓની ટીમ આજે (20 નવેમ્બર) યુક્રેનના કીવ શહેરમાં પહોંચી છે, જેના કારણે યુક્રેનનો રાજકીય અને લશ્કરી માહોલ અચાનક બદલાઈ ગયો છે.
અમેરિકન અધિકારીઓની ટીમ કીવ પહોંચી
કીવ પહોંચી અમેરિકન અધિકારીઓની ટીમ અંગે પેન્ટાગોને કહ્યું કે, ‘અમારું પ્રતિનિધિમંડળ યુદ્ધ સમાપ્ત કરાવવાના રસ્તાઓ શોધવા માટે મિશન પર પહોંચી છે.
