
Accident in Saharanpur, Uttar Pradesh : ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેની ગમખ્વાર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજ મુજબ, આ અકસ્માતની શરૂઆત ત્યારે થઈ જ્યારે બે નીલગાયો રસ્તા પર દોડીને અચાનક એક બાઈક સાથે અથડાઈ હતી.
નીલગાયો બાઈક સાથે જોરદાર અથડાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, સહારનપુરના એક વ્યસ્ત માર્ગ પર આ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બે નીલગાયો પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એક બાઇક સાથે જોરદાર અથડાઈ હતી.
