
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં નવી કલમ ૫૪ જીએનો ઉમેરો કરીને કરદાતાઓને પહેલા ચેકથી જ રકમ જમા કરાવવાની વ્યવસ્થાને બદલે હવે ઇલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે એકાઉન્ટના હાર્ડ કોપીમાં ઉતારાની નકલ પૂરી પાડવાને બદલે ખાતામાં થયેલા આર્થિક વહેવારોની ઇલેક્ટ્રોનિક કોપી આપવાની પણ સુવિધા કરી આપી છે.આ જ રીતે બેન્કની પાસબુકની ઝેરોક્સ કોપી આપવાને બદલે ઇલેક્ટ્રોનિક કોપી આપવાની પણ સુવિધા કરી આપી છે.
કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં અત્યાર સુધીમા ંચેકથી કે પછી ડિમાન્ડ ડ્રાફ્ટથી પૈસા જમા કરાવવામાં આવતા હતા.
