Abhishek Sharmaએ રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો

📅 Published: September 14, 2026 | 📂 Category: cricket

ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ભારતને 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

અભિષેક શર્માની મોટી ભૂમિકા 

ભારતની આ જીતમાં ઓપનર અભિષેક શર્માની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી. લાંબા સમય બાદ અભિષેક પોતાના જૂના આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે માત્ર 37 બોલમાં 82 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે ઘણા આકર્ષક શોટ ફટકાર્યા હતા. તેની આ ઈનિંગ્સ દરમિયાન અભિષેકે T20 ક્રિકેટમાં એક મોટી વ્યક્તિગત સિદ્ધિ પણ મેળવી હતી.

માત્ર 3420 બોલમાં 6000 T20 રન

અફઘાનિસ્તાન સામેની મેચ શરૂ થતાં પહેલાં અભિષેકને T20 ક્રિકેટમાં 6000 રન પૂર્ણ કરવા માટે માત્ર 5 રનની જરૂર હતી. તેણે પ્રથમ ઓવરની છેલ્લી બોલ પર છગ્ગો ફટકારીને આ આંકડો પાર કરી લીધો હતો.આ સાથે અભિષેક T20 ક્રિકેટમાં સૌથી ઓછી બોલમાં 6000 રન પૂર્ણ કરનાર ભારતીય બેટર બની ગયો છે. તેણે આ સિદ્ધિ માત્ર 3420 બોલમાં મેળવી છે.વિશ્વ ક્રિકેટની વાત કરવામાં આવે તો અભિષેક આ સિદ્ધિ મેળવનાર બીજો સૌથી ઝડપી ખેલાડી છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો ફિન એલન પ્રથમ સ્થાને છે. એલને માત્ર 3386 બોલમાં T20 ક્રિકેટમાં 6000 રન પૂરા કર્યા હતા.

6000 રન સૌથી ઝડપી પૂર્ણ કરનાર ખેલાડીઓ

ફિન એલન – 3386 બોલ

અભિષેક શર્મા – 3420 બોલ

આન્દ્રે રસેલ – 3550 બોલ

ટિમ ડેવિડ – 3681 બોલ

વિલ જેક્સ – 3857 બોલ

ફિલ સોલ્ટ – 3857 બોલ

રોહિત શર્માની પણ કરી બરાબરી

અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની પોતાની ઈનિંગ્સની શરૂઆત પણ છગ્ગા સાથે કરી હતી. પ્રથમ ઓવરની છેલ્લી બોલ પર છગ્ગો ફટકારીને તેણે વધુ એક ખાસ સિદ્ધિ મેળવી હતી.T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય બેટર તરીકે પ્રથમ ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે અભિષેક હવે રોહિત શર્માની બરાબરી પર પહોંચી ગયો છે. બંને ખેલાડીઓના નામે પ્રથમ ઓવરમાં 12-12 છગ્ગા છે.અભિષેક માટે અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 ઘણી રીતે યાદગાર રહી છે. તેણે એક તરફ ભારતને ઝડપી શરૂઆત અપાવી અને બીજી તરફ લાંબા સમયથી રાહ જોવાતી મોટી ઈનિંગ્સ પણ રમી. 6000 T20 રન પૂર્ણ કરવાની સાથે રોહિત શર્માની બરાબરી કરીને તેણે પોતાની ખાસ ઓળખ વધુ મજબૂત કરી છે.ભારતીય ટીમ હવે શ્રેણીની આગામી મેચમાં પણ અભિષેક પાસેથી આવી જ આક્રમક બેટિંગની આશા રાખશે. પ્રથમ મેચમાં મળેલી શાનદાર જીત બાદ ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

આ પણ વાંચો – India vs Afghanistan 1st T20I : ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, અભિષેક શર્માની ધમાકેદાર ઇનિંગ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *