Ahemadabad : નળકાંઠામાં હોટલ કમ્પાઉન્ડમાંથી દારૂ ભરેલા વાહન સાથે ચાર ઈસમો ઝડપાયા

📅 Published: September 28, 2026 | 📂 Category: Ahmedabad

નળકાંઠા વિસ્તારના કુમરખાણ થી શાહપુર તરફ્ જતા માર્ગ માં જય ખોડીયાર હોટલ આવેલી છે.જેના કમ્પાઉન્ડ માંથી બાતમી આધારે જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમે દારૂ ભરેલા વાહન સાથે રાજસ્થાનના ચાર વ્યક્તિઓને દબોચી લીધા હતા.વાહન માંથી નાની મોટી વ્હીસ્કીની 1961 બોટલ,120 બિયર ટીન મળી કુલ 2,82,933 કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે દબોચેલા અશોકકુમાર નારાયણભાઈ બિશનોઈ રહેવાસી ગીરધારા, શ્રવણકુમાર હનુમાનરામ બિશનોઈ રહેવાસી ભાલીસર, ભિખારામ આશુરામ બિશનોઈ રહેવાસી વિરવા તથા કરશનલાલ મોહનલાલ બિશનોઈ રહેવાસી નયાનગર ચારે વ્યક્તિ રાજસ્થાન રાજ્યના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે દારૂના જથ્થા સાથે ચાર મોબાઈલ,વાહન મળી કુલ 10,02,933 કિંમતનોમુદ્દામાલ કબજે કર્યો છે. વધુ જાણવા મળેલ માહિતી મુજબ ચારે વ્યક્તિઓ સાંચોટ થી જથ્થો લઈને નીકળ્યા હતા.જેમને મોકલનાર મોબાઈલ પર સુચના આપી રહ્યો હતો એ મુજબ આગળ વધી રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *