Ahemdabad: ધંધૂકા પાંજરાપોળને મુસ્લિમ સમાજના ખેડૂતો દ્વારા સાત ટ્રેક્ટર ભરી ઘાસચારો અર્પણ કરાયો

📅 Published: September 16, 2026 | 📂 Category: Ahmedabad

ધંધૂકા : અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે મુસ્લિમ સમાજના ખેડૂત ભાઈઓ દ્વારા જીવદયા અને પશુસેવાના હેતુથી ઉમદા સેવાકીય કામગીરી કરવામાં આવી હતી. સમાજના ખેડૂતો દ્વારા સાત ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી ધંધૂકા પાંજરાપોળ ખાતે અર્પણ કરાયો હતો. પાંજરાપોળમાં આશ્રાય લઈ રહેલા અબોલ પશુઓને ઘાસચારો મળી રહે અને તેમની સેવા થઈ શકે તેવા હેતુથી આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઘાસચારાનો મોટો જથ્થો પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવતા સંચાલકો દ્વારા આ સેવાભાવિ પહેલને આવકારવામાં આવી હતી. મુસ્લિમ સમાજના ખેડૂતોએ પોતાની મહેનતથી પકવેલા પાકમાંથી પશુઓ માટે ચારો અર્પણ કરી જીવદયા, સેવા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. આ કામગીરી ધંધૂકા પંથકમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવનાનું પણ સુંદર ઉદાહરણ બની છે. અબોલ પશુઓ પ્રત્યેના સેવાભાવ સાથે કરવામાં આવેલી આ પહેલની સ્થાનિક સ્તરે સરાહના થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *