Ahemdabad : મધ્યપ્રદેશથી આવતું રૂ. 4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, 3 શખ્સની ધરપકડ

📅 Published: September 12, 2026 | 📂 Category: Ahmedabad

હંસપુરા ચાર રસ્તા પાસે શુક્રવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી આવતો 4.50 કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. ત્રણેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથધરી છે. મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા એન્ટ્રી પોઇન્ટો પર નાકાબંધી કરીને વાહનચેકિંગ હાથ ધર્યુ હતું ત્યારે હંસપુરા ચાર રસ્તા પાસે એક હોન્ડા સીટી કારને રોકી તપાસ કરતા ડ્રાઇવર સહિત 3 શખ્સો બેઠેલા હતા. કારમાં તપાસ કરતા ડ્રાઇવર સાઇડના ડેશબોર્ડ નીચેના ખાનામાંથી કાળા સેલો ટેપથી વીંટાળેલા ત્રણ પાર્સલમાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. 3 પાર્સલમાં કુલ 4.50 કરોડ રૂપિયાનું 939.81 ગ્રામ એમડીનો જથ્થો ઝડપાયો હતો. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે મંદસૌરના કારચાલક અસલમ પિંજારા, ઈમરાન મનસુરી અને શેજાદ મનસુરીની ધરપકડ કરી હતી. આ યુવકો અગાઉ પણ અમદાવાદમાં ડ્રગની ડિલિવરી કરી ચૂક્યા હોવાની શક્યતા છે. ત્રણેય આરોપીઓ પાસેથી 3 મોબાઇલ, રોકડ રૂપિયા, કાર સહિતનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરીને ડ્રગ્સ મોકલનાર અને ડ્રગ્સ મંગાવનાર શખ્સોને શોધવા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *