Ahmedabadના ઇસનપુરમાં સનસનાટી, યુવકને માર મારી નગ્ન હાલતમાં ફેંકી દેવાયા બાદ મોત, પોલીસ તપાસ શરૂ

📅 Published: October 3, 2026 | 📂 Category: Crime

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની ગંભીર રીતે માર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકની ઓળખ જીગર સોલંકી તરીકે થઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર ઇસનપુર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી ગઈ છે.

તિર્થભુમી એપાર્ટમેન્ટમાંથી નગ્ન હાલતમાં મળી આવ્યો યુવક

મળતી માહિતી મુજબ, અજાણ્યા હુમલાખોરોએ યુવક જીગર સોલંકીને ક્રૂરતાપૂર્વક ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેને નગ્ન અવસ્થામાં છોડીને ફરાર થઈ ગયા હતા. ઇસનપુર ખાતે આવેલા તિર્થભુમી એપાર્ટમેન્ટમાંથી યુવક અત્યંત ગંભીર અને દયનીય હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સારવાર દરમિયાન મોત, ઇસનપુર પોલીસે હાથ ધરી તપાસ

હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સારવાર દરમિયાન જીગર સોલંકી નામના આ યુવકનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં જ ઇસનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. ઇસનપુર પોલીસે આ મામલે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : રાજ્યના ST બસ સ્ટેશનો પર સુવિધાઓ સુધરશે, 56 સ્ટેશનોના ટોયલેટ અપગ્રેડ કરવા ખાસ ડ્રાઇવ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *