Ahmedabadના ઈસનપુરમાં સિલ્વર ઓકના વિદ્યાર્થીની ક્રૂર હત્યા, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR

📅 Published: October 3, 2026 | 📂 Category: gujarati-news

Ahmedabadના ઈસનપુરમાં સિલ્વર ઓકના વિદ્યાર્થીની ક્રૂર હત્યા, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્કૂલ પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં 21 વર્ષીય જીગર શૈલેષભાઈ સોલંકી નામના યુવક પર અજાણ્યા ઈસમે નિર્દયતાપૂર્વક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. મૂળ પોતાના મામા સાથે રહીને સિલ્વર ઓક યુનિવર્સિટીમાં B.Voc. Financeનો અભ્યાસ કરતો જીગર ઘટનાની રાત્રે પોતાની હોન્ડા એક્સ્ટ્રીમ મોટરસાયકલ લઈને મિત્રને મળવા નીકળ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ઘટનાની રાત્રે આશરે 9:15 થી 10:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જીગર તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાંથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેના ખભા, હાથ, ગાલ, થાપા સહિત શરીરના અલગ-અલગ ભાગો પર માર માર્યાના ગંભીર નિશાનો હતા. સ્થાનિકો અને પરિજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે એલજી (LG) હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

CCTV ફૂટેજથી હત્યારાની શોઘખોળ શરૂ

આ હૃદયસ્પર્શી ઘટના અંગે ફરિયાદીના નિવેદનના આધારે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યા પાછળનું સાચું કારણ શું હતું અને અંગત અદાવતમાં આ કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલ આરોપીની ઓળખ થઈ શકી નથી, જેથી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *